શ્રી સ્વામિનારાયણ સંસ્થાન (ગુરુકુળ રાજકોટ સંસ્થાન) દ્વારા અમરેલી ખાતે નિર્મિત ધર્મજીવન હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ ભાઈ માંડવીયા અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ ભાઈ પાનશેરીયાનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરષોત્તમભાઈ રુપાલા, કૌશિકભાઈ વેકરિયા, જનકભાઈ તળાવીયા, જિલ્લા કલેકટર અજય દહિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.