જામનગરમાં વર્તમાન કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીના જન્મદિવસ નિમિત્તે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમુહ સાદી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની ઓડિયો વીડિયો કલીપના બેકગ્રાઉન્ડમાં ઉશ્કેરણી જનક સંવાદો સાથેનું ગીત વગાડવા અંગે રાજ્યસભાના સાંસદ અને સ્થાનિક કોર્પોરેટર સામે પોલીસ માં ફરિયાદ નોંધાવાઇ હતી. જે ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ નું શરણું લેવાયું હતું, જેમાં હાઇકોર્ટે તે અરજી રદ કરી નાખી છે, અને બંનેની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે.
ગત તા.૨૯ ૧૨ ૨૦૨૪ ના રોજ જામનગર મા કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી ના જન્મદિવસે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ અને સ્થાનિક કોર્પોરેટર ની સમુહસાદીમાં એન્ટ્રી સમયે નો વિડીયો બનાવ્યો હતો. જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. તેના બેક ગ્રાઉન્ડમાં હૈ ખૂન કે પ્યાસો બાત સુનોપપ વાંધા જનક અને ઉશ્કેરણીજનક ગીત વગાડવામાં આવ્યું હતું. આ ઓડિયો-વીડિયો કલીપ વાયરલ થયા પછી મામલો ગરમાયો હતો, અને જામનગરના એક આગેવાન દ્વારા આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક સમાજની લાગણી દુભાય, અને બે કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાય અને વૈમનસ્ય ઊભુ થાય તેવી ભાષાનો પ્રયોગ થયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદના આધારે પોલીસે રાજ્ય સભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને સમુહ શાદિ નાં આયોજક એવા કોર્પોરેટર અલ્તાફ ખફી સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ રાજ્ય સભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી તેમજ જામનગરના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા ગુજરાત હાઇકોર્ટ નું શરણ લેવામાં આવ્યું હતું, અને ઉપરોક્ત ફરિયાદ રદ કરવા માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં લંબાણપૂર્વકની દલીલ બાદ આજે હાઇકોર્ટે અરજી રદ કરી નાખી છે, અને બંનેની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે.
આ પ્રકરણમાં જામનગર પોલીસ દ્વારા અલગ અલગ વ્યક્તિના ૭ જેટલા નિવેદનો લેવામાં આવ્યા હતા, અને સાહેદ તરીકે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઇન્સ્ટાગ્રામ ના પ્લેટફોર્મ પરથી ઓડિયો કલીપ તૈયાર કરીને તેમજ તે અંગેનો વાયરલ વિડીયો વગેરે પુરાવા અદાલત સમક્ષ રજૂ કરાયા હતા. જામનગરના સિટી એ. ડિવિઝનના પી.આઇ.એન.એ. ચાવડા પોતાના સ્ટાફના મગનભાઈ ચંદ્રપાલ, સંદીપભાઈ વગેરે સાથે હાજર રહ્યા હતા, અને તમામ પુરાવાઓ રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઈને હાઇકોર્ટ દ્વારા ફરીયાદ કવોશિંગ કરવાની અરજી રદ કરી હતી.