અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અન્ય જિલ્લામાં ગુનો આચરી આંટાફેરા કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ચાવંડનો એક શખ્સ રાધનપુર વિસ્તારમાંથી કારની ચોરી કરી ચાવંડ આવતો હોવાની લાઠી પોલીસને બાતમી મળતા લાઠી પોલીસે આ શખ્સને કારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. રાધનપુર પોલીસ સ્ટેશનમાં કાર ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં લાઠી પોલીસના તાબામાં આવતા ચાવંડ ગામે રહેતા કિશન કાથડભાઈ ડેરને ચોરી કરેલ ફોર્ડ કંપનીની એન્ડોવર કાર કિં.રૂ.૩ર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો