વડીયા-મોટી કુંકાવાવ તાલુકાના રામપુર (તોરી) ગામે રૂ.૧૭ લાખના ખર્ચે બનેલી નવી ગ્રામ પંચાયત ઓફિસનું ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ ઉદ્ઘાટન કર્યું હતું. ધારાસભ્યએ ગ્રામ પંચાયત ઓફિસ ગામના પ્રથમ નાગરિક ધન્તુબેનને સોંપી હતી અને તેમને ખુરશી પર બેસાડ્‌યા હતા. આ પ્રસંગે રામપુર સરદારપુર રસ્તા પર આવેલી સુરવો નદી પર રૂ.૧ કરોડ ૧૦ લાખના ખર્ચે બનનારા પુલનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ નદી પરની જમીનનું પૂજન કર્યું હતું અને ગામની બહેનો નિર્મલાબેન, પ્રભાબેન, રસીલાબેન અને ધર્મેશભાઈ રાજીવભાઈ દવેએ પુલના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પરશોતમભાઈ હીરપરા, તુષારભાઈ, આશીષભાઈ, શૈલેષભાઈ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.