સાવરકુંડલા ગુરુકુળના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાનીU-૧૪ બેઝબોલ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ૬૮મી નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૪-૨૫ અંતર્ગતU-૧૪ બેઝબોલની ભાઈઓ અને બહેનોની સ્પર્ધા છત્તીસગઢના બિલાસપુરમાં ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ થી ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન યોજાઈ હતી. આ વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ગુરુકુળ સંસ્થા અને સાવરકુંડલાનું ગૌરવ વધ્યું છે. સંસ્થાના વડા ભગવતપ્રસાદ દાસજી સ્વામી, ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, કોઠારી અક્ષર મુક્ત સ્વામીજી, સ્વામી શુકદેવપ્રસાદદાસજી, ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ
રાઠોડ વૈભવીબા મહેન્દ્રસિંહ
ચૌહાણ દક્ષ નરેશભાઈ
રાદડિયા શ્લોક ગોકુળભાઈ
જોષી કેનીલ ભાવેશભાઈ