લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડો. વિરેન્દ્ર કુમારને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (એનસીએસસી) અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગમાં ખાલી પડેલી જગ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ વિરેન્દ્ર કુમારના નામે લખેલા પત્રમાં લખ્યું કે, ‘હું આ પત્રના માધ્યમથી બે મહત્વપૂર્ણ બંધારણીય સંસ્થાઓ-રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગમાં ખાલી પડેલી જગ્યા વિશે હું તમને માહિતગાર કરવા ઇચ્છું છું.’
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, બંધારણ હેઠળ બંને આયોગમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની ભરતી કરવામાં આવે છે. સાતમી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ અને બે સભ્યોની ભરતી માર્ચ ૨૦૨૪માં કરવામાં આવી હતી. પરંતુ, ઉપાધ્યક્ષનું પદ લગભગ એક વષર્થી ખાલી પડ્યું છે. આ સિવાય, પૂર્વ આયોગમાં ઓછામાં ઓછા બે સભ્યો હોય છે. એક મુખ્ય કામ આપણાં દલિત ભાઈ-બહેનોના અધિકારોની સુરક્ષા કરવાનું છે. વષોર્થી ભારતના હજારો લોકો એનસીએસસીના દરવાજે ન્યાયની આશા લઈને આવે છે. આયોગ એવા મુદ્દાને ઉઠાવે છે જે દલિતોના સામાજિક અને આર્થિક ઉત્થાનમાં અડચણ ઊભી કરે છે. જેમ કે, સાર્વજનિક રોજગાર, શિક્ષા સુધી પહોંચવું અને અત્યાચારોને રોકવું.
આ સિવાય રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે, જાણીજોઈને આ આયોગને કમજાર કરવાનો પ્રયાસ સરકારની દલિત વિરોધી માનસિકતા છતી કરે છે.એનસીએસસી ઉપાધ્યક્ષના પદ વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જે ત્રણ વષર્થી ખાલી પડી હતી. એનસીએસસી હાલ ફક્ત એક અધ્યક્ષ અને એક સભ્ય સાથે કામ કરી રહ્યું છે. ૧૯૯૩માં પોતાની સ્થાપના બાદથી દ્ગઝ્રમ્ઝ્રમાં હંમેશા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાય ઓછામાં ઓછા ત્રણ સભ્ય હોય છે. આ મહત્વપૂર્ણ સમયે જ્યારે દેશભરમાં જાતિગત જનગણનાની માંગ તેજ થઈ રહી છે, ત્યારે આ પદનું ખાલી રહેવું ખૂબ ચોંકાવનારું છે.
રાહુલ ગાંધીએ અંતે કહ્યું કે, ‘સામાજિક ન્યાય ભારતના સમાવેશી દૃષ્ટિકોણનો મુખ્ય આધાર હોવો જાઈએ. હું સરકારને આગ્રહ કરું છું કે તે આ આયોગમાં ખાલી જગ્યાને જલ્દી ભરે. જેથી આ સંસ્થા પોતાની બંધારણીય જવાબદારીને પૂર્ણ કરી શકે.’