કર્ણાટક પોલીસે ભાજપના ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલ વિરુદ્ધ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ એફઆઇઆર નોંધી છે. કોંગ્રેસ નેતાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૯૨, ૧૯૬, ૩૫૩ (૨) હેઠળ ધારાસભ્ય યતનાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મહાસચિવ એસ મનોહરે બુધવારે હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોલીસને ધારાસભ્ય યતનાલની ધરપકડ કરવા વિનંતી કરી.
મનોહરે પોતાની ફરિયાદમાં કહ્યું કે, મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય યતનાલે પૂછ્યું હતું કે રાહુલ ગાંધી કઈ જાતિના છે. શું તે મુસ્લિમ જન્મ્યો હતો? અથવા ખ્રિસ્તી તરફથી? કે હિન્દુ બ્રાહ્મણ પાસેથી? તેના માતા-પિતા અલગ-અલગ ધર્મના છે. તેની માતા ઈટાલીની છે અને પિતા મુઘલ છે. મનોહરે કહ્યું કે ધારાસભ્ય યતનાલે હિન્દુ, ઈસ્લામ અને ઈસાઈ ધર્મોનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધી અને તેમના પરિવારના મૂળનું અપમાન કર્યું છે. યતનાલે માંગ કરી હતી કે રાહુલ ગાંધીની અસલી વંશાવળી શોધવા માટે તપાસ થવી જાઈએ.
પાટીલે કહ્યું, ‘રાહુલ ગાંધી અમેરિકા જઈને રાષ્ટ્રી વિરોધી નિવેદનો આપે છે. તે જ્ઞાતિ સર્વેક્ષણ કરાવવા માંગે છે, પરંતુ તેને એ પણ ખબર નથી કે તેનો જન્મ કઈ જાતિમાં થયો છે. તે જાણતો નથી કે તે મુસ્લિમ કે ખ્રિસ્તી જન્મ્યો હતો. આની તપાસ થવી જાઈએ. જા તે બ્રાહ્મણ હોવાનો દાવો કરે છે, તો તે કયો બ્રાહ્મણ છે? શું તેઓ બ્રાહ્મણો છે જેઓ જનોઈ (ધાર્મિક પવિત્ર દોરો) પહેરે છે? તે કેવા પ્રકારનો બ્રાહ્મણ છે? પાટીલે પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે કોંગ્રેસના સાંસદો ‘દેશી પિસ્તોલ’ જેવા છે. તેમણે કહ્યું, “રાહુલ ગાંધી દેશની બનાવટની પિસ્તોલ જેવા છે, તેમના કારણે કંઈપણ સફળ થશે નહીં.”