એક ૨૭ વર્ષીય યુવકને કથિત રીતે પોતાના ૨૦ વર્ષના રૂમમેટને રૂમ સાફ કરવાને લઈને ઝઘડા બાદ છરી મારવા બદલ તુર્ભે એમઆઇડીસી પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસ ઓફિસરોનું કહેવું છે કે નવી મુંબઇમાં આરોપી મનોજ પુલવાનાથ મેદકે પોતાના મિત્રને ગાળામાં છરી મારીને રાત્રે તેની હત્યા કરી છે.
એક રિપોર્ટ અનુસાર, આરોપી તથા તેનો રૂમમેટ બંને આસામનાં હતા. પોલીસ જણાવ્યું છે કે બંને મહાપે વિલેજમાં રેન્ટ પર એક રૂમમાં રહેતા હતા અને મહાપેમાં એક કંપનીમાં લેબ બોય્ઝ તરીકે કામ કરતા હતા. પોલીસનાં સોર્સ અનુસાર, ચારોહને આલ્કોહોલની લત હતી અને તે મેદકની મજોક ઉડાવતો તેમજ તેની પાસે ઘરનું કામ પણ કરાવતો હતો. થોડા દિવસો પહેલા, બંને વચ્ચે ઘરની સફાઈને લઈને એક સમજૂતી થઇ હતી.
પોલીસ ઓફિસરે કહ્યું કે તેઓ હંમેશા નાની બાબતોને લઈને દલીલો કરતા હતા. ચારોહ હંમેશા કામ બાદ દારુ પીતો અને મેદકને ઘરનું કામ કરવા કહેતો. આ વખતે, ઝઘડા દરમિયાન, ચારોહે મેદક પર લાકડાનું પાટિયું ફેંક્યું. મેદકને ગુસ્સો આવ્યો અને ચારોહને ગાળામાં છરી મારી દીધી. તેને મૃત જોહેર પણ કરવામાં આવ્યો. ઘટના બાદ ધરપકડ કરાયેલા આરોપીને પાંચ દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.