જા આપણે આપણા ઘરેથી જ વાત કરીએ તો ઘરની બહાર નીકળતા તમે રસ્તા પર કે પછી ચાની દુકાન હોય બસ સ્ટેશન હોય રેલવે સ્ટેશન હોય કહી શકાય કે, રેલવે ,જાહેર મિલકતો,જાહેર માર્ગ પર પાન-મસાલા ખાનારાઓને થુંકતા તમે જાયા હશે. પરંતુ શું તમે જાણો છો કે, માત્ર ખાલી રેલવે જે પાન-મસાલાના ડાઘને દૂર કરવા કેટલો ખર્ચ કરે છે.ટ્રેનમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. રેલવે તો અપટેડ થઈ ચૂકી છે, પરંતુ જે લોકો પાન મસાલા ખાય થૂંકનારા પર કાબુ મેળવવામાં આવ્યો નથી.જેના કારણે રેલવે પાન-મસાલાના ડાઘને દૂર કરવા માટે ૧૨૦૦ કરોડથી વધારે ખર્ચો કરે છે.
જેઓ મોઢામાં ગુટખા કે પાન લઈને ફરે છે અને જ્યાં મન થાય ત્યાં થૂંકતા હોય છે. આ મુસાફરો મુસાફરી પૂરી કરીને જતા રહે છે. પરંતુ તેઓ જે ગુટખાના ડાઘ છે તે ટ્રેન કે પછી રેલ્વે સ્ટેશન પર રહી જાય છે. રેલવે જાહેરાત દ્વારા પણ રેલવે સ્ટેશન કે પછી ટ્રેનમાં ન થુંકવાની સલાહ આપતા હોય છે. એક પછી પાન -મસાલા ખાવા માટેની જાહેરાત આપવામાં આવતી હોય છે. જેમાં બોલિવુડ સ્ટારને લાખો રુપિયામાં આપતા હોય છે. એક બાજુ જ્યાં રેલવે પાન-મસાલા ન થૂંકવાની જાહેરાત આપે છે ત્યાં બીજી બાજું સેલિબ્રિટીઓ પાન મસાલાની જાહેરાત કરી લોકોને પાન મસાલા ખાવા માટે પ્રેરિત કરે છે. ત્યારે હવે આને લઈ લોકો પણ ગુસ્સે થયા છે. રેલવેને માત્ર પાન-મસાલાના ડાઘ દૂર કરવા માટે કરોડો રુપિયા ખર્ચે છે.ત્યારે લોકોનું કહેવું છે કે, આ બધો ખર્ચો પાન-મસાલાની જાહેરાત કરનાર સ્ટાર પાસેથી લેવો જાઈએ. વિમલની જાહેરાતમાં અક્ષય કુમાર, અજય દેવગન અને શાહરુખ ખાન જાવા મળતા હોય છે.ફિલ્મના સુપરસ્ટાર અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે ફરીથી ક્યારેય એવી કોઈ પ્રોડક્ટની જાહેરાતમાં કામ કરશે નહીં જે લોકોને ખોટો સંદેશો આપે.
આજની લાઈફ સ્ટાઈલમાં યુવાનો માટે તમાકુનું સેવન એક ફેશન બની રહ્યું છે. પરંતુ તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તમાકુનું સતત સેવન (બીડી, સિગારેટ, ગુટખા વગેરે) શરીરના લગભગ દરેક અંગને નુકસાન પહોંચાડે છે તેમજ સ્વાસ્થ્ય સમસ્યાઓનું જાખમ પણ વધારે છે.
તમને જણાવી દઈએ કે પાન મસાલા બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ લાંબા સમયથી ચર્ચામાં છે. આ મુદ્દો ત્યારે ઉભો થયો જ્યારે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે વિમલ પાન મસાલાની જાહેરાતમાં જાવા મળ્યા હતા. આ જાહેરાત સામે આવ્યા બાદ અક્ષય કુમાર ઘણો ટ્રોલ થયો હતો. જાકે, અક્ષયે હવે આ જાહેરાતથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.પાન મસાલા એડમાં મોટી સ્ટાર કાસ્ટ જાવા મળતી હોય છે. તેનું બજેટ ૫૦ કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ હોઈ શકે છે, ત્યારે લોકો કહી રહ્યા છે મસમોટો ચાર્જ લઈ રહેલા અભિનેતાઓ પાસે આ ચાર્જ વસુલ કરવો જાઈએ.