ચેમ્પીયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ, સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી અને ટીમ ઈન્ડીયાના બાકીના ખેલાડીઓ મુંબઈ એરપોર્ટથી ઉડાન ભરીને પહોંચ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ ટીમ સાથે દુબઈ પહોંચી ગયો છે. જોકે રોહિતના કારણે ટીમ ઈન્ડીયાના ખેલાડીઓને એરપોર્ટ પર રાહ જોવી પડી હતી.
ચેમ્પીયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડીયા દુબઈ પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલા ખેલાડીઓ ૧૫ ફેબ્રુઆરી, શનિવારની સાંજે ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફ સાથે ઉડાન ભરી ગયા હતા. થોડા કલાકોમાં જ ટીમ દુબઈ એરપોર્ટ પર ઉતરી ગઈ. પરંતુ ત્યાં પહોંચતાની સાથે જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાની જૂની ભૂલનું પુનરાવર્તન કર્યું. ટીમ બસ એરપોર્ટથી હોટેલ જવા રવાના થવાની હતી. પરંતુ ભારતીય કેપ્ટનના કારણે ખેલાડીઓએ રાહ જાવી પડી. ચાલો જાણીએ શું છે આખો મામલો?
ચેમ્પીયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ, સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી અને ટીમ ઈન્ડીયાના બાકીના ખેલાડીઓ મુંબઈ એરપોર્ટથી ઉડાન ભરીને પહોંચ્યા હતા. થોડા કલાકો પછી બધા દુબઈ એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી હોટેલ જવાની તૈયારી શરૂ કરી. એક પછી એક બધા ખેલાડીઓ ટીમ બસમાં ચઢી ગયા. કેપ્ટન રોહિત શર્મા પણ તેમની સાથે હતો. બસ જવાની જ હતી ત્યારે અચાનક રોહિતે બસને રોકી દીધી. પછી તે ટીમના સપોર્ટ સ્ટાફને કંઈક કહેતો જોવા મળ્યો. રોહિત તેની સાથે લાંબા સમય સુધી ચર્ચા કરતો જાવા મળ્યો. રિપોર્ટ મુજબ, રોહિત કેટલીક બાબતો ભૂલી ગયો હતો. જાકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.
ટીમ ઈન્ડીયા ચેમ્પીયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ રમશે. ટીમ ઈન્ડીયાને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ એ માં રાખવામાં આવી છે. ભારતનો પહેલો મુકાબલો ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે છે. ૨૩ ફેબ્રુઆરીએ તેને પાકિસ્તાન સામે હાઈ વોલ્ટેજ મેચ રમવાની છે, જ્યારે ૨ માર્ચે તે ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો કરશે. આ બધી મેચો પહેલા ભારતે વોર્મ-અપ મેચ રમવાની હતી પરંતુ ટીમ ઈન્ડીયાએ તેમ કરવાનો ઈનકાર કરી દીધો છે. અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડીયા બાંગ્લાદેશ સાથે એક વોર્મ-અપ મેચ રમવાની હતી પરંતુ આ મેચ હવે નહીં થાય.