જાફરાબાદના રોહિસા ગામે પટારામાં રાખેલા રોકડા ૧૦ હજાર સહિત કુલ રૂપિયા ૨૨,૫૦૦ની મત્તાની ચોરી થઈ હતી. બનાવ અંગે ચનાભાઈ લખમણભાઈ પરમાર (ઉ.વ.૬૦)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનું ઘરનું તાળું તોડી પ્રવેશેલા ચોરે લાકડાના પટારામાં રાખેલા રોકડા રૂ. ૧૦,૦૦૦ તથા પતરાના કબાટમાં તેમના દિકરાની પત્નીના સોનાના દાગીના, ચાંદીની વીંટી મળી કુલ રૂ. ૨૨,૫૦૦ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એસ. ઇશરાણી વધુ તપાસ કરી રહ્યા છે.