જીવન સાથે જાડાયેલ એવી કંઇ કેટલીય નાની – નાની વાતો હોય છે, જે જીવન પ્રત્યે એક નવો જ દ્રષ્ટિકોણ દર્શાવે છે, આપણી રોજબરોજની જીંદગીમાં એવી કેટલીક વાતોથી આપણે આકુળ – વ્યાકુળ બનીને નાસીપાસ થતાં રહીએ છીએ. કયારેક એના કારણે જીંદગીમાં સુખદ બદલાવ પણ આવે છે, આજના આ દિશાદર્પણ દ્વારા એવી વાતો – બાબતોને સમજવાની કોશિષ કરીએ…
(૧) જીવનમાં નાની – નાની વાતોને નજર અંદાજ કરતાં શીખો. કેટલીકવાર એવી વાતોને અકારણ મહત્વ આપીને આપણે બીજાની સાથે સાથે આપણું મન – મગજ પણ બગાડીએ છીએ.
(ર) પતિદેવનું લંચબોક્ષ તો તમે હંમેશા તૈયાર કરીને તેમની બેગમાં મૂકો છો, પણ કયારેક લંચબોક્ષની સાથે મૂકો એક નાનો પ્યાર ભર્યો પત્ર પછી જુઓ, સાંજે પરત આવે ત્યારે તેમના ચહેરાની ચમક અને મંદ-મંદ સ્મિત, વાત જ કંઈ ઓર બનશે.
(૩) ખોટા વાયાદાથી બચો. જો કોઇ યુવક આપને વારવાર બહાનાં બતાવી રહ્યો હોય કે આમ થશે તો લગ્ન કરી લઇશ, પેલું કામ પતે એટલે લગ્ન કરી લઇશ, તો એવા બહાનાંબાજથી બચો. કેટલીકવાર આવા ખોટા વચનોથી ઉંમરનો સોનેરી દોર જતો રહે છે અને અંતે ખબર પડે છે કે આપની સાથે દગો થયો છે. પછી નથી કોઇ તમન્ના રહેતી કે ન કોઇ ઉમંગ, એટલા માટે આવાં માણસોથી બચો.
(૪) જયારે ઘરમાં કોઇ સેલિબ્રેશન હોય, તો એવાં ફંકશનમાં કિલક કરાયેલ ફોટોમાંથી ખાસ ખાસ મહેમાનોની ચુનંદી તસવીરો સિલેકટ કરીને તેમને મોકલો, પછી જુઓ, સંબંધોમાં કેવી મિઠાશ ફેલાય છે.
(પ) જા કોઇ વ્યકિત પર બેહદ ગુસ્સો આવી રહ્યો હોય, તો તમારી બધી ભડાસ એક પત્રમાં લખો અને પછી જયારે એવું લાગે કે હવે મન – મગજ શાંત થઇ ગયું છે, તો પત્રને ફાડીને ફેંકી દો.
(૬) જયારે તમારાથી કોઇ ભૂલ થઇ જાય, તો તેને સુધારવાની કોશિષ તરત જ કરો, કોઇની પાસે માફી માગવાની હોય, તો તેની આંખોમાં જોઇને માફી માગો.
(૭) આમ તો કોઇપણ વ્યકિતને પોતાની ખામીઓ વિશે સાંભળવું ગમતું હોતું નથી. પણ જા તમે તમારી સાવ નજીકની વ્યક્તિ દ્વારા આપનામાં જરૂરી બદલાવ લાવવાની આશા રાખતા હોવ, તો તેમને સમય આપો અને તેમને કહો કે તમારી ખામીઓ કહે અને તમે શાંતિથી સાંભળી – સમજી તમારામાં જરૂરી બદલાવ લાવો.
(૮) વખાણ કરવા અને પ્રોત્સાહન આપવું એ બંને એવાં કામ છે, જેના દ્વારા તમે ઇચ્છો તો દરેકના પ્યારા બની શકો છો. જયારે તમે કોઇની પ્રશંસા કરો છો, ત્યારે મનમાંથી કેટલાય પૂર્વગ્રહ ખતમ થઇ જાય છે અને શરીરમાં એવો રસાયણોનો પ્રવાહ વધી જાય છે, જે આપને ખુશ રાખવામાં જવાબદાર હોય છે.
(૯) જો આપના કોઇ સહેલી કે ભાઇબંધ નિરાશ – હતાશ હોય કે ડિપ્રેશનમાં હોય, તો તેને રાઇટિંગ પેડ કે ડાયરી ગિફટમાં આપો, જેના દરેક પેજ પર સારા – પોઝિટીવ કોટેશન્સ કે પછી પ્રેરક અને સકારાત્મક વાત – વિધાન લખ્યું હોય.
(૧૦) વડીલો સાથે હંમેશા માન – આદરથી વાતો કરો. તેઓ શું કહેવા ઇચ્છી રહ્યા છે, પહેલાં તેમને સાંભળો, પછી તમારી વાત તેમની સમક્ષ મૂકો.
(૧૧) બાળકોને ખુશ કરવા માટે કયારેક – કોઇક દિવસ, ઘરના એવા ખૂણામાં જ્યાં આપના દીકરા – દીકરીની નજર પડતી હોય ત્યાં એક પ્યારભરી ચીઠ્ઠી મૂકી દો, જેના પર લખેલી કોઇ પ્યારભરી કે મજાકભરી વાત અને સાથે રાખેલી હોય એમની ફેવરીટ ચોકલેટ….
(૧ર) જોઆપનો કોઇ ફ્રેન્ડ, સંબંધી કે પાડોશી બીમાર હોય, તો સમય ફાળવીને તેમની તબિયત પૂછવા – જાવા અવશ્ય જાવ, જો શકય હોય તો તેમની પસંદગીની કોઇ વાનગી ઘરેથી બનાવીને લઇ જાવ.
(૧૩) ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત ખૂબ જ ઉષ્માપૂર્વક કરો અને તેમને પૂરતો સમય આપો. તેમની વાતોને પ્રેમપૂર્વક સાંભળો, તેમની પરેશાનીઓને પણ ધ્યાનમાં રાખી નિવારણ કરો જેથી ફરીવારની મુલાકાતમાં તેમને જે-તે વિષય પર પૂછી ખબર-અંતર લઇ શકાય.
(૧૪) જીંદગીમાં મળેલ અસફળતાઓને એમ જ ભૂલી ન જાવ, એના કારણો શોધીને, ભવિષ્યમાં બીજીવાર એ જ ભૂલો ન થાય એ ધ્યાન રાખો. મોટી – મોટી હસ્તીઓ જાખમોમાંથી જ ઘડાઇને આગળ આવી છે.
(૧પ) જો આપના કોઇ સગા સંબંધી કે મિત્ર કોઇ બુરી આદતના શિકાર બની રહ્યા હોય, ને તેમને સમજાવવામાં આપને બીક લાગતી હોય તો તમે કોઇ ત્રીજી નજીકની વ્યક્તિ સહાયતા લઇને તેની મદદ કરી તેને બચાવી શકો છો.
(૧૬) કોઇપણ સંબંધ મજબૂત અને ગરિમાપૂર્ણ બનાવીને જાળવી રાખવામાં સકારાત્મક વાતચીત થવી બેહદ જરુરી છે
એટલે, હંમેશા આપના નજીકની વ્ઓયક્તિ સાથે વાતચીતનો દોર જાળવી રાખો.
(૧૭) નવી વિચારધારાઓને અપનાવતા રહો. જીંદગીમાં પરિવર્તન જરૂરી છે. કોઇપણ કઠિન પરિસ્થિતિનું નિવારણ આપણે ત્યારે જ શોધી શકીશું, જયારે આપણે આપણી વિચારધારામાં બદલાવ લાવીશું, હેલ્ધી લાઈફ જીવવાનો મતલબ છે કે આપણે આપણી જૂની વિચારધારા અને કામ કરવાની શૈલીમાં બદલાવ લાવતા રહીએ.
(૧૮) મેડિટેશન અવશ્ય કરો. એમાં યોગની સાથે સંગીત દ્વારા સુખદ બદલાવ મહેસૂસ કરશો.
(૧૯) કયારેક પરેશાનીઓને કારણે જાશમાં કંઇક ખોટું કરી પણ દો, તો પછીથી એના માટે પોતાની ભૂલને સ્વીકારીને અફસોસ અવશ્ય કરો, કયારેય તમારા અત્મવિશ્વાસને ડગમગવા ન દો, કેમકે ભરપૂર આત્મવિશ્વાસ વ્નેયક્તિ દરેક પરેશાનીઓથી બચાવી લે છે.
(ર૦) ઓર્ડર કરીને કામ કરવાને બદલે જા આપણે સૌમ્ય વ્યવહાર દ્વારા કોઇની પાસેથી સહયોગ માગીશું, તો અન્ય પણ તમને મદદ કરવા તૈયાર થશે. સાચી અને સંતુલિત વ્યવહાર કુશળતા પરસ્પરના સંબંધોને મધુર બનાવે છે ને સાથોસાથ મજબૂત પણ…!
તો ચાલો… ઉપરોકત વીસે – વીસ વાતોનો અમલ કરવાનું ચાલુ કરી દો ને બદલી નાખો આપની લાઇફ અર્થાત જીંદગી અર્થાત જીવન…!
I Love જીંદગી…!!!
Best of luck….!!
sanjogpurti@gmail.com