ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. યુએસ લાંચ કૌભાંડ બાદ કંપની માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. અદાણીની વિદેશમાં થયેલી ડીલ પર સવાલો ઉઠી રહ્યા છે, હવે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે અદાણીને મોટો ઝટકો આપ્યો છે. મૂડીઝે અદાણીની ૭ કંપનીઓના રેટિંગ આઉટલુકને નેગેટિવમાં ડાઉનગ્રેડ કર્યું છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર વૈશ્વીક રેટિંગ એજન્સી મૂડીઝે અદાણી ગ્રૂપની ૭ કંપનીઓનો અંદાજ બદલી નાખ્યો છે. અમેરિકામાં અદાણીના લાંચ કૌભાંડના ખુલાસા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના રેટિંગમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. મૂડીઝે તેને નેગેટિવમાં બદલ્યું છે. મૂડીઝે આ કંપનીઓનું રેટિંગ સ્થિરથી નેગેટિવમાં બદલ્યું છે.
અદાણી ગ્રૂપની કંપનીઓ કે જેનો આઉટલૂક મૂડીઝે બદલ્યો છે તેમાં અદાણી ગ્રીન, અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈ લિમિટેડ, અદાણી ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક્સ ઝોન લિમિટેડનો સમાવેશ થાય છે. અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશનના બે-બે યુનિટના રેટિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે અદાણી ઈલેક્ટ્રીકસિટી, અદાણી પોર્ટ્સ અને અદાણી ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલનું રેટિંગ સ્થિરથી ઘટાડીને નેગેટિવ કરવામાં આવ્યું છે.
યુએસ લાંચ કૌભાંડ બાદ અદાણી ગ્રુપને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મૂડીઝ ઉપરાંત ફિચે અદાણી ગ્રુપની ૪ કંપનીઓનો અંદાજ પણ બદલ્યો છે. ફિચે અદાણી ગ્રૂપની ચાર કંપનીઓનું રેટિંગ સ્થિરથી ઘટાડીને નેગેટિવ કર્યું છે. કોર્પોરેટ ગવર્નન્સના જોખમો અને વિદેશી મૂડી એકત્ર કરવામાં અવરોધોને કારણે ફિચે અદાણી પોર્ટ્સનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને બીબીબી કર્યું છે. એટલું જ નહીં, ફિચ અદાણીના વર્તમાન દેવા પર પણ નજર રાખી રહી છે. સમાચાર બાદ અદાણી ગ્રુપના શેરમાં ૨-૬%નો ઘટાડો થયો હતો.