લાઠી તાલુકાના હજીરાધાર ગામે રહેતા પારસબેન વા/ઓ મુનાભાઇ વાઘેલા નામની ૧૮ વર્ષિય પરિણીતા ગત તા. ર ના રાત્રીના આશરે ૧૦ વાગ્યાની આસપાસ પોતાના રહેણાંક મકાને સુતા હોય તે દરમિયાન તેણીના પતિ આરોપી મુનાભાઇ રેમાનભાઇ વાઘેલા, સસરા રેમાનભાઇ સુરાભાઇ વાઘેલા તથા સાસુ હંસાબેન રેમાનભાઇ વાઘેલાએ નશાની હાલતમાં ઘરે આવી પરિણીતાને ગાળો આપેલ. જેથી પરિણીતાએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઈ લાકડી વડે કમરના ભાગ ઉપર એક ઘા તથા ડાબા હાથના કાંડા પર એક ઘા મારી ફેકચર જેવી ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.