લાઠીના છભાડીયા ગામે યુવતીને મેસેજ કરવાના મનદુઃખમાં યુવકને પકડીને ફડાકા મારવામાં આવ્યા હતા. ઉપરાંત જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે પ્રકાશભાઈ સુરેશભાઈ ચાવડા (ઉ.વ.૨૦)એ વિજયભાઈ વલ્લભભાઈ કઠેવાડીયા, કેતનભાઈ ભરતભાઈ કઠેવાડીયા, ભરતભાઈ નાથાભાઈ કઠેવાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે ભરતભાઈ નાથાભાઈ કઠેવાડીયાની દીકરીને મેસેજ કર્યો હતો. જેનું મનદુઃખ રાખી તેમને પકડી રાખી બે લાફા માર્યા હતા. ઉપરાંત પછાડીને ઇજા કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેમને તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.વી. મજીઠીયા વધુ તપાસ કરી રહ્યા છે.