લાઠીના ટોડા ગામે રહેતા એક યુવકે ફોનમાં થયેલી બોલાચાલી મુદ્દે ઠપકો આપતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે દિપકભાઈ ધીરૂભાઈ વાઘેલા (ઉ.વ.૩૫)એ સંજયભાઈ કરમશીભાઈ વાવડીયા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત પ્રમાણે, દિપકભાઈ ધીરૂભાઈ વાઘેલા (ઉ.વ.૩૫)ને સંજયભાઈ કરમશીભાઈ વાવડીયાના માસા સાથે ફોનમાં બોલાચાલી થઈ હતી. જે અંગેનો ઠપકો આપતાં મનમાં સારું નહોતું લાગ્યું અને તેમને લોખંડના પાઇપથી શરીરે આડેધડ માર માર્યો હતો. તેમજ સામાન્ય ઈજા પહોંચાડી હતી. લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.જે. બરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.