લાઠીના દેરડી (જાનબાઈ) ગામે એક મહિલાએ શું કરો છો આટલું તો રહેવા દો કહેતા આ બાબતનું મનદુઃખ રાખી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત પાટુ મારી નીચે પછડી શરીરે મુંઢ ઈજા કરી હતી. બનાવ અંગે હંસાબેન રવજીભાઈ સોલંકી (ઉ.વ.૬૨)એ ધીરૂભાઈ જાગાભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાની દિકરીના ઘરે જતા હતા અને રસ્તામાં સામાવાળાના ઘર પાસે પહોંચતા ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાસે સરદાર વલ્લભભાઈના પુતળા પાસે આવેલી જગ્યામાં કાઇંક બનાવવા માટે માપ લેતા હતા. જેથી તેમણે સામાવાળાને પૂછ્યું કે શુ કરો છો આટલું તો રહેવા દો. આ બાબતનું મનદુઃખ રાખી તેમને જેમ ફાવે તેમ ગાળો આપી, વાંસાના ભાગે ચાર ઢીકા મારી તથા ડાબા પગે પાટુ મારી નીચે પછાડી શરીરે મુંઢ ઇજાઓ કરી હતી. લાઠી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.