લાઠી તાલુકાના નાના રાજકોટ ખાતે તા.૧૫ ઓકટોબર, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. સેવા સેતુ કાર્યક્રમમાં નાના રાજકોટ, આંબરડી, નારણગઢ, પીપળવા, આસોદર, કરકોલીયા, ચાવંડ, દેરડી જાનબાઇ, વીરપુર, હિરાણા, તાજપર, ભુરખીયા અને રામપર સહિતના ગ્રામજનોને લાભ લેવા લાઠી તાલુકા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ સંબંધિત કામગીરી,
આધારકાર્ડ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ, આદિજાતિ વિકાસ યોજનાઓ, નવી વારસાઈ અરજીઓ સહિતની સેવાઓનો ગ્રામજનો લાભ મેળવી શકશે.