લાઠીના નાના રાજકોટ ગામે રહેતા અલીઉદેપુર ગામના પાટીયાથી વરસડા ગામ તરફ જતા રોડ પર આઇસરની ટક્કરથી એક યુવકનું મોત થયું હતું. બનાવ અંગે હરેશભાઈ અરજણભાઈ બંધીયા (ઉ.વ.૩૪)એ ટ્રક ચાલક નંબર જીજે-૦૭-વાયઝેડ-૫૫૯૯ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા કૌટુંબીક ભત્રીજા મયુરભાઇ તેમનું ટ્રેક્ટર જીજે-૧૪-એપી-૭૩૦૮ પાછળ ટ્રોલીમાં ઘઉ ભરીને નાના રાજકોટથી અમરેલી ખાતે વેચણ કરવા માટે જતા હતા. આ સમયે અમરેલી લાઠી રોડ ઉપર અલીઉદેપુર ગામના પાટીયા આગળ વરસડા ગામ તરફ પહોંચ્યા એ દરમિયાન આઇસર ટ્રક નં.જીજે-૦૭-વાયઝેડ-૫૫૯૯ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ટ્રેક્ટર તથા ટ્રોલીને પાછળથી ઠોકર મારી હતી. જેમાં મયુરભાઇને માથા તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. એન. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલા હાઈ-વે રોડ છેલણા ગામ નજીક દરગાહની સામે રોડ ઉપર એક મોટર સાયકલ ચાલકને ડમ્પર ચાલકે અડફેટે લેતા પગ કચડાઈ ગયો હતો. જેને લઈ ઓપરેશન કરવું પડ્‌યું હતું. તેમજ ફ્રેક્ચરની ઈજા થઈ હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.