અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નારણગઢ ગામેથી ઢસા, દામનગર અને ગારિયાધારને જોડતા સ્ટેટ હાઈવેના રિસરફેસિંગનું રૂ. ૮ કરોડના કામનું ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાઠી પંથકમાં વર્ષોથી અટકી પડેલ વિકાસના કામોને પુરા કરવા માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. ખખડધજ રોડના કારણે વાહનચાલકો પણ પારાવાર મુશકેલી અનુભવી રહ્યા છે. આ રોડ બનવાને કારણે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ વાહનચાલકોને મોટા પ્રમાણમાં ફાયદો થશે. આ પ્રસંગે ભાજપના આગેવાનો તેમજ પદાધિકારીઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.