લાઠીના પ્રતાપગઢ ગામે વાડીએથી મોટરના કેબલ વાયરની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી.
બનાવ અંગે મગનભાઈ પરશોત્તમભાઈ રંધોળીયા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમના ગામની સીમમાં રામપર ગામના સીમાડા પાસે આવેલી વાડીએથી ૧૨૫ ફૂટ, કાનજીભાઈ મેઘજીભાઈ લાઠીયાની વાડીએથી ૪૦ મીટર, જયંતિભાઈ પરશોત્તમભાઈ શંકરની વાડીએથી ૨૦ મીટર, ડાયાભાઈ ધરમશીભાઈ શંકરની વાડીએથી ૨૦ મીટર મળી કુલ ૧૩,૫૦૦ રૂપિયાના કેબલ વાયરની અજાણ્યા ઇસમો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.