લાઠીના માલવીયા પીપરીયા ગામના પાટીયા પાસે આવેલી રામકૃષ્ણ સ્પીનીંગ મીલની લેબર કોલોનીમાં બે ઇસમો વચ્ચે બબાલ થઈ હતી. સજાદ નાજીરમીયા અંસારી (ઉ.વ.૨૦)એ વિનોદકુમાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પગ ધોઇ બહાર આવતા હતા અને તેનું ધ્યાન ફોનમાં હતું. જેથી તેઓ સામેથી આવતા આરોપી સાથે અથડાયા હતા. આરોપીએ તેમને જોઇને ચાલવાનું કહીં ગાળો આપી હતી. ત્યાર બાદ કોલોનીમાં તેઓ પોતાનુ આઇકાર્ડ લેવા ગયા હતા અને અને પાછા આવેલ ત્યારે આરોપીએ છરી જેવા હથિયારથી આડેધડ મારતા ઇજા થતાં ૨૦ જેટલા ટાંકા આવ્યા હતા. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી પી ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.