લાઠીમાં જૂના મનદુઃખમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. કાનજીભાઈ ભરતબાઈ ડાભી (ઉ.વ.૧૯)એ મહેશભાઈ રમેશભાઈ સાકરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના ઘરેથી લાઠી એટીએમ ખાતે પૈસા જમા કરાવવા જતા હતા. આ સમયે સામાવાળા આવીને જૂની અદાવતમાં માથાકૂટ કરી ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતાં લોખંડની પાઇપનો ઘા માર્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.