લાઠી શહેરમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવક પર સાથી મિત્રએ છરીનો જીવલેણ ઘા ઝીંકી દેતા યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. લાઠીમાં રહેતા ચંદુભાઈ બાલાભાઈ શેલીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ચંદુભાઈનો દીકરો પારસ અકાળા રોડ પર બની રહેલા પાણીના ટાંકાના સમ્પ ખાતે મિક્ષ દાળનો કાર્યક્રમ રાખેલ હોય જે દરમિયાન પારસ અને આરોપી મુન્ના દાના ડાંગર વચ્ચે સામાન્ય વાતમાં બોલાચાલી થતાં પારસને મુન્નાએ બેફામ ગાળો આપી હતી જેથી પારસે ગાળો આપવાની ના પાડતા મુન્નાનો પિત્તો છટક્યો હતો અને મુન્નાએ પોતાની પાસે રહેલી છરી પારસના પડખામાં મારી દેતા પારસ ફસડાઈ પડ્યો હતો. મુન્નાએ છરીનો જીવલેણ ઘા મારતા પારસને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ચંદુભાઈ શેલીયાની ફરિયાદ પરથી લાઠી પોલીસે મુન્ના સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.