લાઠી તાલુકા ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠિ સંમેલનમાં ભારતીય સંવિધાનની ૭૫ વર્ષની ગૌરવશાળી યાત્રાને વધાવવા ‘સંવિધાન ગૌરવ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિપુલભાઈ દુધાત દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને સંવિધાનના મૂલ્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાઠી તાલુકા ભાજપ પ્રમુખ પરેશભાઈ કનાળાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાઠી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયાએ કર્યું હતું. આ સંમેલનમાં જીતુભાઇ ડેર, રાજુભાઈ ભૂતેયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.