લાઠી ખાતે સેવાના ભેખધારી સ્વ. મહેન્દ્રભાઈ આર. ત્રિવેદીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લા રેડક્રોસ સોસાયટીનાં સહયોગથી રવિવારે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રકતદાતાઓએ ઉપસ્થિત રહી ૮૮ બોટલ રકતદાન કર્યું હતું. સાથે જ જીવદયા પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રકતદાન કરનાર તમામ રકતદાતાઓને ત્રિવેદી પરિવાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
હતા.