લાઠી વિસ્તારમાં છ્જી ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે અમરેલી જિલ્લાનાં લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના કરકોલીયા ગામ ખાતે આવેલ ચારકોસીયા સીમની બાજુમાં આવેલ ભુપતભાઈ ઉર્ફે ભોપલાભાઈ કાનાભાઈ ડેરની વાડી ખેતરમાં ગે.કા માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરે છે. આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહુ જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને લીલા ગાંજાના છોડના જથ્થા સાથે ઝડપી પાડવામાં અમરેલી એસઓજી પોલીસને સફળતા મળેલ છે. પોલીસે લીલા ગાંજાના છોડ નંગ આશરે ૨૨ જેનુ કુલ વજન- ૧૮.૦૨૬ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૮૦,૨૬૦ સાથે ભુપત કાના ડેર રહે.કરકોલીયા નામના વૃધ્ધને ઝડપી પાડી લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.