લાઠી તાલુકાના ધામેલ ગામે સ્થાનિક ધારાસભ્ય જનકભાઇ તળાવીયાએ ૪૦ વર્ષ જુના પ્રશ્નનો ઉકેલ લાવી રૂ. ૧.૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારા નવા બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ માટે આ વિસ્તારના લોકોએ ધારાસભ્ય જનકભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સરપંચ, પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જનકભાઈ તળાવીયાએ લાઠી, દામનગર, બાબરા પંથકના પ્રાણ પ્રશ્નો અને છેવાડાના ગામોની ચિંતા કરીને વિકાસના કામો શરૂ કરાવ્યા છે.