અમરેલી જિલ્લાના લાઠી-બાબરા વિધાનસભા ક્ષેત્રમાં શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ આવતા શિક્ષક સમુદાયમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાજ્ય સરકારે ફિક્સ પગારના શિક્ષકો સહિતના કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને છઠ્ઠા પગાર પંચમાં સમાવવાનો નિર્ણય લેતા, લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાનો આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ શિક્ષકોની માંગણીઓને રાજ્ય સરકાર સુધી પહોંચાડી હતી. સરકારે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી શિક્ષકોના હિતમાં નિર્ણય લીધો. જેના કારણે ફિક્સ પગારના શિક્ષકો અને અન્ય કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને છઠ્ઠા પગાર પંચનો લાભ મળશે.