લાઠી પોલીસ સ્ટેશનના ભાવનગર-રાજકોટ હાઇવે રોડ ઉપર સાગર હોટલ પાસે રાત્રીના સમયે બનેલા ગંભીર અકસ્માતનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ અકસ્માતમાં એક રાહદારીનું મોત થયું હતું, અને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાથી લાઠી પોલીસ સ્ટેશનની ટીમે આ કેસની તપાસ શરૂ કરી હતી. તા. ૦૨/૦૩/૨૦૨૫ના રોજ રાત્રે એક અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી વાહન ચલાવી રાહદારીને ટક્કર મારી હતી, જેમાં રાહદારીનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. ત્યારબાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. ચાવંડ આઉટ-પોસ્ટ અને અમરેલી નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના ઝ્રઝ્ર્ફ ફૂટેજની મદદથી પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો હતો. આરોપીનું નામ આશિષકુમાર ઘનશ્યામભાઈ પાઠક (ઉ.વ. ૪૮) છે, જે લીલીયા રોડ, ખોડલધામ સોસાયટી, અમરેલીમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી ય્ત્ન-૧૪-છછ-૨૫૨૬ નંબરની બોલેરો ફોરવ્હીલ કાર જપ્ત કરી છે. આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરી લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ.સોની, પીએસઆઈ કે.કે.પાંડવ વગેરેએ કરી હતી.