લાઠી શહેરને આજના મહાનગર જેવું બનાવવાના ધ્યેય સાથે કામ કરતા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પોતાના મત વિસ્તાર લાઠી બાબરા પંથકમાં વિકાસની નવી કેડી કંડારી રહ્યા છે ત્યારે લાઠી પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ લાઠી શહેરને આધુનિક મહાનગરોની હરોળમાં લાવવા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી ભાજપ સંગઠન અને લાઠી પાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્યો સાથે વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અને જનકભાઈ તળાવીયાએ વિકાસના મહામંત્ર સાથે કામ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને લાઠી શહેર માટે રોડ રસ્તા, બગીચો, સ્ટ્રીટલાઈટ, પાણી, ગટર જેવી સુવિધાઓ ઉભી કરવા માટેની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આગામી દિવસોમાં લાઠી શહેરને નવી ભેટ આપે તેવો હકારાત્મક અભિગમ આપ્યો હતો.