લાઠી નગરપાલિકાની ચૂંટણી પહેલાં અમરેલી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ બાદ હવે લાઠી શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ વિજય બાખલકિયાએ પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા પંદર વર્ષથી પક્ષમાં સક્રિય રહેલા બાખલકિયાએ રાજીનામાના કારણોમાં વોર્ડ નં.૪માંથી ટિકિટ ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે ભાજપની ગાઈડલાઈન મુજબ સક્રિય કાર્યકર હોવા છતાં તેમને ટિકિટ નકારવામાં આવી છે. બાખલકિયાએ જણાવ્યું કે હવે પક્ષને ઈમાનદાર અને નિષ્ઠાવાન કાર્યકરોની જરૂર નથી રહી. બાખલકિયાએ પક્ષની નો રિપીટ થિયરીને પણ આડે હાથ લીધી હતી. તેમણે આરોપ મૂક્યો કે ગત વર્ષે જેમના માટે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી હતી, તેમને આ વર્ષે પણ ટિકિટ આપવામાં આવી છે.