અમરેલી જિલ્લામાં અસામાજીક તત્વો પર કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા ૧૧૩ ઈસમોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં લાઠી પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખી શહેર વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મયલો સાકરીયા, રમેશ સાકરીયા, નિલેશ સાકરીયાનાં ઘરે તપાસ કરાતાં ૧૬૦૦૦નું વીજબીલ બાકી હોય જે બાબતે કનેકશન કાપી તથા કાગળ વગરનાં મોટરસાયકલને ડિટેઈન કરવામાં આવેલ છે. ઉપરાંત ભરત મેરનાં ઘરે આર.ટી.ઓ.નાં કાગળ ન હોય મોટરસાયકલ ડિટેઈન કરવામાં આવેલ છે. તથા કિશોર ચારોલીયાને ત્યાં તપાસ કરતા ર૦૦ લીટર દેશી દારૂ મળી આવેલ છે. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.