લાઠી નગરપાલિકા દ્વારા રાજય સરકારની ગ્રાન્ટનો દુરોપયોગ થતો હોવાનો શહેરીજનો આક્ષેપ કરી રહ્યાં છે.લોકોની સુખાકારી માટે શહેરના મહાવીરનગર અને ભગતપરા વિસ્તારમાં પેવર બ્લોકનું કામ ચાલુ છે. આ કામમાં લોટ, પાણી અને લાકડા જેવુ કામ હોવાથી વિસ્તારવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. પેવર બ્લોકના કામ વખતે ખોદકામ કર્યા વગર જ મેટલ ગ્રીટ નાખવામાં આવી છે. આ અંગે પાલિકાના કર્મચારીઓ પણ તપાસ કરતા નથી.જેના કારણે બેફામ ભ્રષ્ટાચાર વકર્યો છે. પાલિકાની ઘોર બેદરકારીને કારણે વિસ્તારવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે.