લાયન્સ કલબ ઓફ અમરેલી (સિટી), શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ, શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્વારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૮૩મા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું ભુરખીયા હનુમાનજી મંદિર મુકામે બુધવારે આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડો. કાનન સેદાણીએ કરી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતી. નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની પત્રિકાનું પણ આજુબાજુના ગામડામાં વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૭૬ દર્દીઓએ લાભ લીધો હતો અને ૬૧ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. આ કેમ્પને સફળ બનાવવામાં લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન ઋજુલભાઈ ગોંડલીયા, લાયન સાહસભાઈ ઉપાધ્યાય, નિલેશભાઈ ભીલ, બહાદુરભાઈ ભટ્ટ, ભુરખીયા હનુમાનજી મંદિરના પ્રમુખ દુષ્યંતભાઈ પારેખ, અનિલભાઈ પારેખ, સંચાલક ગોપાલભાઈ ચુડાસમા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ લાયન મનોજભાઈ કાનાણીની યાદી જણાવે છે.