અંધત્વ નિવારણ માટે લીલીયા મોટા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ, સુદર્શન નેત્રાલય, અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી સત્તરમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ૦૬-૦૩-૨૦૨૫ના રોજ યોજાયો હતો. આ કેમ્પનું દિપ પ્રાગટ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઇ ધામત અને ઉપપ્રમુખ મનસુખભાઇ ગાંગડીયાએ કર્યું હતું. તેમણે લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ની અંધત્વ નિવારણ અંગેની કામગીરીને બિરદાવી હતી. આ કેમ્પનો ૮૩ દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૭ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતી. આ કેમ્પને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પૂર્વ પ્રમુખ લાયન પ્રા.એમ.એમ. પટેલ, સેક્રેટરી લાયન ભદ્રેશસિંહ પરમાર, લાયન રમેશભાઈ ગોલ, ટ્રેઝરર લાયન સાહસભાઈ ઉપાધ્યાય વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ લાયન મનોજભાઈ કાનાણી જણાવે છે.