લાલાવદર પ્રા.શાળામાં ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો, વિદ્યાર્થીઓએ દેશભક્તિ, આઝાદીને લગતાં નાટકો, ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમ નિહાળીને હાજર લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના શિક્ષણવિદ્ હરીભાઇ ધાનાણી, ગામના સરપંચ મંજુલાબેન માધડ, નંદલાલભાઇ ધાનાણી, નવનીતભાઇ ધાનાણી, બાલુભાઇ માતરીયા તથા તમામ એસ.એમ.સી સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ધોરણ – ૮ ના બાળકો જયપાલ વાળા અને ખુશી આખજાએ કર્યું હતું.