ભારતીય શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૧૪ ટકા અથવા રૂ. ૧૦૯ ઘટીને ૮૦,૦૩૯ પર બંધ થયો હતો. આજે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૪ શેર લીલા નિશાને અને ૧૬ શેર લાલ નિશાન પર બંધ થયા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી આજે ૦.૦૩ ટકા અથવા ૭.૪૦ રૂપિયાના ઘટાડા સાથે ૨૪,૪૦૬ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૨૫ શેર લીલા નિશાન પર અને ૨૫ શેર લાલ નિશાન પર હતા.
નિફ્ટી પેક શેરોમાં સૌથી વધુ વધારો ટાટા મોટર્સમાં ૫.૯૭ ટકા, ઓએનજીસીમાં ૪.૮૩ ટકા,બીપીસીએલમાં ૩.૬૭ ટકા,એસબીઆઇ લાઇફમાં ૩.૬૨ ટકા અને લાર્સન એન્ડ ટુબ્રોમાં ૨.૯૧ ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય સૌથી મોટો ઘટાડો એક્સિસ બેન્કમાં ૫.૦૮ ટકા, નેસ્લે ઈÂન્ડયામાં ૨.૫૦ ટકા, ૈંઝ્રૈંઝ્રૈં બેન્કમાં ૨.૧૪ ટકા, ટાઇટનમાં ૨.૧૧ ટકા અને ટાટા સ્ટીલમાં ૧.૭૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે નિફ્ટી મેટલમાં સૌથી વધુ ૧.૨૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૦.૮૪ ટકા, નિફ્ટી રિયલ્ટીમાં ૦.૮૩ ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં ૦.૯૨ ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં ૦.૫૮ ટકા, નિફ્ટી આઈટીમાં ૦.૧૫ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૦૭ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૫૦ ટકા અને ફાઈનાન્સિયલ સર્વિસમાં ૦.૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી બેન્કમાં ૦.૮૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય સૌથી વધુ ઉછાળો નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં ૨.૨૨ ટકા નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૦.૫૦ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ ૦.૬૧ ટકા, નિફ્ટી ફાર્મા ૦.૯૪ ટકા, નિફ્ટી મીડિયા ૦.૮૧ ટકા અને નિફ્ટી ઓટો ૧.૨૬ ટકા વધ્યા હતા.