લીલીયા તાલુકાનાં ગોઢાવદર ગામે સિંહે રાત્રીનાં સમયે હુમલો કરી ચાર ગૌવંશનું મારણ કર્યું હતું. ગોઢાવદર ગામનાં પાદરમાં માલધારી સોમાભાઈ પાડસારીયાના જોકમાં રાત્રીનાં સમયે સિંહે ત્રણ ગાય અને એક વાછરડી પર હુમલો કરી મારણ કર્યું હતું. ગ્રામજનોનાં જણાવ્યા મુજબ નવ સિંહોનું ટોળું રાત્રીનાં સમયે ગામમાં આવી ચડ્યું હતું. સિંહોનાં ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.