અમરેલીના ગાવડકા ગામના યુવકને લીલીયાના દાડમા ગામના પાટીયા પાસે ગાળો આપી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ગાવડકા ગામના મેહુલભાઈ ખોડાભાઈ હેલૈયા (ઉ.વ.૨૯)એ દાડમા ગામના જીગ્નેશભાઈ ઉર્ફે જીગો આણંદભાઈ પરમાર તથા મનુભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા આરોપી જૂના મિત્રો હતા. જીગ્નેશભાઈને તેના પત્ની સાથે ઘણા સમયથી મનદુઃખ ચાલતું હતું. તેના પત્ની દ્વારા તેમના પતિ વિષે અવારનવાર ફોનમાં વાતો કરતા હોવાથી આરોપીને ગમતું નહોતું, આરોપીએ તેમને પોતાના ગામે બોલાવી ગાળો આપી છરી વડે ગળા તથા વાંસાના ભાગે મારી નાખવાના ઇરાદે મરણતોલ છરીના ઘા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.જે. ગીડા વધુ તપાસ કરી રહ્યા છે.