લીલીયાના ગોઢાવદર ગામમાં નાબાર્ડના ભાવના સિંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણીમાં ગામના સખી મંડળની બહેનો હાજર રહ્યા હતા. સંકટ મોચન હનુમાન મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા તેમજ જિલ્લામાંથી એલ.ડી.એમ, લીલીયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી માલવિયા, સરપંચ હીરાબેન ગોસાઇ, ઉપ સરપંચ વિપુલભાઇ ગજેરા, આચાર્યા વર્ષાબેન જોષી, ભરતભાઇ વિંઝુડા, વી.આર.ટી.આઇ. સંસ્થામાંથી કલસ્ટર કોઓર્ડિનેટર જયંતીભાઇ સરવૈયા, ચંદ્રેશભાઇ રાઠોડ, ધીરુભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.