દિકરીને ભગાડી જવા મુદ્દે કોર્ટ કેસ કરવા બદલ મહીલાને માર પડ્યો છે. લીલીયા તાલુકાના દાડમા ગામે મહિલાએ સમાધાનની ના પાડતા આરોપીઓને સારૂં નહીં લાગતા ત્રણેય આરોપીઓએ એકસંપ કરી મહિલાને આડેધડ માર મારતા વૃધ્ધાએ ત્રણ શખ્સો સામે લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
લીલીયા તાલુકાના દાડમા ગામે રહેતી દયાબેન હરીભાઈ લુહાર નામની મહિલાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે ગામમાં રહેતો પ્રતાપ મુળજીભાઈ સારીખડા તેમની દીકરીને ભગાડી ગયેલ હોય તે બાબતે દયાબેને કોર્ટમાં કેસ કરેલ હોય જે બાબતે આરોપી પ્રતાપે દયાબેનને સમાધાન કરવાનું કહેતા ફરીયાદી દયાબેને સમાધાન કરવાની ના પાડતા જેનું મનદુઃખ રાખી આરોપી રાહુલ મુળજીભાઈ સારીખડા, મુળજીભાઈ ખીમાભાઈ સારીખડા અને પ્રતાપ મુળજીભાઈ સારીખડાએ એકસંપ કરી મહિલાને ગાળો આપી લોખંડના પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ ત્રણેય શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.