લીલીયા તાલુકાના પુતળીયા ગામની પ્રાથમિક શાળા ખાતે તારીખ ૧૧-૩-૨૦૨૫ ના રોજ શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શાળામાં રાત્રિના સમયે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયા, તાલુકા પ્રમુખ, નાયબ મામલતદાર એ.કે. પરમાર, બી.આર.સી. અભિષેકભાઈ ઠાકર, કે.નિ. શિક્ષણ ડો. અલ્પેશભાઈ પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં શાળાના બાળકોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.