અમરેલી જિલ્લામાં જુગારનું દુષણ દિન-પ્રતિદિન વધતુ જાય છે. જેમાં લીલીયાના બવાડા ગામની સીમમાં અન્ય જિલ્લામાંથી પત્તાપ્રેમીઓ જુગાર રમવા આવતા હોવાની પોલીસને બાતમી મળતા અમરેલી એલસીબીએ ૭ જુગારીઓને ઝડપી રૂ.૧.૩૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. અમરેલી જિલ્લાના લીલીયા મોટા તાલુકાના બવાડા ગામની સીમમાં અમરેલી સહિત અન્ય જિલ્લામાંથી જુગાર રમવા ઈસમો આવતા હોવાની અમરેલી એલસીબીને બાતમી મળી હતી. જેથી એલસીબીએ રેઈડ પાડતા જુગાર રમતા પુનીત રાજુ સુચક રહે.સા.કુંડલા, હારીતસિંહ સનુભા ગોહિલ રહે.આણંદપુર તા.ગારીયાધાર, રણજીત વલ્લભ હેરમા રહે.પાટણ(ઢસા), સંદિપ અશોક ઢાકેચા રહે. ઢસા, હિંમત ગીરધર ખૂંટ રહે.પાલડી તા.ગારીયાધાર, સુશે રામજી પઢારીયા રહે.ઢસા, મુકેશ ભુપત ખેર રહે.મોટા ભંડારીયા તા.ગઢડાવાળાને ઝડપી પાડયા હતા. પોલીસે રૂ.૮૦,૩૦૦ની રોકડ, રૂ.પ૭૦૦૦ના મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૭,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.