લીલીયા તાલુકાના વાઘણીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થઈ છે ૨ મતે પરાજીત ઉમેદવારે નામદાર કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેથી કોર્ટ દ્વારા આજે મત ગણતરી કોર્ટના જજની અધ્યક્ષતામાં યોજાઈ હતી.લીલીયા તાલુકાના વાઘણીયા ગ્રામ પંચાયતની ચૂંટણી ૨૦૨૧ના ડિસેમ્બરમાં યોજાયેલ હતી જેમાં બાલાભાઈ ભરવાડ અને રમેશ ઉનાવા સરપંચની ચૂંટણીમાં સામ સામે ચૂંટણી લડેલ ત્યારે બાલાભાઈ ભરવાડને ૨૪૧ મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર રમેશ ઉનાવાને ૨૩૯ જેવા મતો મળ્યા હતા. સરપંચની ચૂંટણી હારતા પરાજીત ઉમેદવાર રમેશ ઉનાવાએ લીલીયા કોર્ટમાં અપીલ કરવામાં આવતા તા.૨૫/૩/૨૦૨૫ ના રોજ લીલીયા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે વાઘણીયા ગ્રામ પંચાયતની ચૂંટણીની ફરી મત ગણતરી કરવામાં આવી હતી. જા કે તે વખતના ચૂંટણી પ્રિસાઈન્ડીગ ઓફિસર સાથે તાલુકા વિકાસ અધીકારીની હાજરીમાં કોર્ટના જજની અધ્યક્ષતામાં મત ગણતરીઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં પરાજીત ઉમેદવાર રમેશ ઉનાવા વધુ ૧ મતે એટલે કે ૩ મતે પરાજીત થયા હતા. વિજેતા બાલાભાઈ ભરવાડ ૧ મતે નહિ પણ ૩ મતે કોર્ટ દ્વારા વિજય જાહેર કરવામાં આવ્યા હતા.૨૦૨૧ની ડિસેમ્બરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ સામે કોર્ટમાં ફેર ગણતરી અંગેની માંગ બાદ એકને બદલે ૩ મતે પરાજીત થયેલા ઉમેદવાર રમેશ ઉનાવાએ કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણ્યો હતો.