અમરેલી,તા.૦૬
લીલીયાના સલડી ગામની એમ.એમ. યાજ્ઞિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અમરેલી ખાતે આવેલ સંજાગ ન્યૂઝની મુલાકાત લીધી હતી. સલડી હાઈસ્કૂલમાં ધો.૭માં અભ્યાસ કરતા ૩૭ વિદ્યાર્થીઓએ સંજાગ ન્યૂઝ કાર્યાલયની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સંજાગ ન્યૂઝના રેસિડેન્ટ એડીટર નિલેશભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓએ સમાચાર અંગે માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓને વોકેશનલ વિષય તરીકે આઈ.ટી./આઈટીઈએસનો અભ્યાસ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને વિષય અંતર્ગત ઈલેકટ્રોનિક્સ ઉપકરણોનું શિક્ષણ આપવાના હેતુથી વિદ્યાર્થીઓએ સંજાગ ન્યૂઝની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓની સાથે આચાર્ય અજય માઢક, રાજેશ્રીબેન નિમાવત, મનિષભાઈ ભારદીયા, દર્શિલભાઈ મહેતા સહિતના શિક્ષકો હાજર રહ્યાં હતા.