લીલીયા તાલુકાના હાથીગઢ ગામે ફાટક નંબર ૩૪ બંધ ન કરવા બાબતે સરપંચ પાયલબેન ધોરાજીયાએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમણે રજૂઆત કરી હતી કે, આ ફાટકની સામે ગામની ૫૦૦ વીઘા જેટલી ખેતીની જમીન આવેલી છે. જેથી બહોળી સંખ્યામાં ખેડૂતો અને માલઢોરની અવરજવર રહે છે. પરંતુ હાલમાં રેલવે તંત્ર તરફથી આ ફાટક કાયમી ધોરણે બંધ કરવાની હિલચાલ થઈ રહી છે. જો આ ફાટક કાયમી બંધ કરાશે તો ૧૦૦થી વધુ ખેડૂતોની અવરજવર બંધ થશે, તેથી આ ફાટક બંધ ન થાય અને કાયમી ધોરણે તેનું નિરાકરણ આવે તે જરૂરી છે.