લીલીયા ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે પંચપ્રકલ્પ અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ રાઠોડ અને ડો. મહેશ એસ. ગઢિયાના માર્ગદર્શન નીચે આઝાદી પ્રાપ્તિમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન તેમજ જીવન પરિચય અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શહીદ ભગતસિંહ અને સુભાષ ચંદ્ર બોઝના જીવન ઉપર
આભાર – નિહારીકા રવિયા વ્યાખ્યાન કરાયું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે દિલીપભાઈ સોલંકી દ્વારા ભગતસિંહ અને સુભાષ ચંદ્ર બોઝના જીવન કવન વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.