લીલીયામાં જે ઉંમરે પરિવારમાં ધ્યાન આપવાનુ હોય તે ઉંમરમાં એક શખ્સ મહિલાઓની પજવણી કરતો ઝડપાયો છે. લીલીયામાં રહેતો વિઠ્ઠલ મધુ રાણપરીયા જાહેરમાં અવર-જવર કરી મહિલાઓ સામે સીટી વગાડી રોમીયોગીરી કરી ચેનચાળા કરતો હોવાનુ સામે આવતા મહિલાઓ ક્ષોભ અનુભવતી હતી. જેથી પોલીસે મહિલાઓ સામે ચેનચાળા કરનાર શખ્સને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.૮૦૦૦નો મોબાઈલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.