કન્યા શાળા લીલીયાની ધોરણ ૮ની ૫૦ વિદ્યાર્થિનીઓ દ્વારા મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક અશરફભાઈ કાજી દ્વારા મામલતદાર કચેરીની મુલાકાતનું આયોજન કરવામાં આવેલ. આ તકે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીજ્ઞેશભાઈ સાવજ, જિલ્લા ભાજપ અગ્રણી દીપકભાઈ વઘાસીયા, તુષારભાઈ ધોરાજીયા સહિતના હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન મામલતદાર કચેરીની જુદી જુદી શાખાના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થિનીઓને અભ્યાસક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર વી.કે. મહેતા દ્વારા મહેસુલ શાખામાં આવતી તમામ પ્રકારની સેવાઓની વિસ્તૃત માહિતી જેવી કે ગંગા સ્વરૂપ સહાય, વૃદ્ધ સહાય, કુંવરબાઈનું મામેરુ, મહેસુલ કામગીરી, કાયદો અને વ્યવસ્થા અંગે મામલતદાર કચેરીમાં આવતા કેસ બાબતે વિસ્તૃત સમજૂતી આપી હતી.